કોરોનાની મહામારી વચ્ચે લોકો ઈન્ટરનેટની મદદથી,કોરોનાથી કેવી રીતે બચી શકાય, અથવા તો કોરોનાનું મેળવી રહ્યા છે અપડેટ

કોરોનાની મહામારી વચ્ચે લોકો ઈન્ટરનેટની મદદથી કોરોનાથી કેવી રીતે બચી શકાય અથવા તો કોરોનાનું અપડેટ મેળવી રહ્યા છે. ગુજરાતમાં 70.15 કરોડ કરતાં વધારે લોકોએ કોરોનાની માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યુ હતું અને 70.15 કરોડમાંથી 9.50 કરોડ વખત સુરતમાંથી કિવર્ડ સર્ચ થયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસ નામનો કિવર્ડ 18,78,21,189 વાર સર્ચ થયો છે. કોરોના સિમટમ્સ નામનો કિવર્ડ 17,92,10,249 વાર સર્ચ થયો છે. કોવિડ ટ્રીટમેન્ટ નામનો કિવર્ડ 15,29,15,788 વાર સર્ચ થયો છે. કોરોના વાયરસ કેસ ઇન ગુજરાત કિવર્ડ 12,20,05,116 વાર સર્ચ થયો છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર ખૂબ જ વધ્યો છે. સરકાર દ્વારા કોરોનાણે કાબૂમાં લેવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર લોકો દ્વારા પણ સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.