કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં 9 મહિનામાં બેરોજગારી જેટલી ઘટી તે જાણી ભાજપને ઝટકો લાગશે

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) ના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ એક રિપોર્ટ મુજબ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારને મોટું પ્રોત્સાહન મળ્યું છે, નોંધનીય છે કે, વિતેલા 9 મહિનામાં મધ્યપ્રદેશમાં ઝડપથી બેરોજગારી ઘટી રહી છે. 

આ રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર, 2018 માં મઘ્યપ્રદેશમાં બેરોજગારીનો દર 7 ટકા હતો જો કે, ડિસેમ્બર, 2019ના અંતમાં તે ઘટીને 4.2 ટકા પર પહોંચ્યો હતો. આ તરફ સમગ્ર દેશની વાત કરીએ CMIE ના રિપોર્ટ અનુસાર, દેશમાં બેરોજગારી દર 8.1 ટકા સુધી પહોંચી ગયો હતો. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2019 થી લઇને ઓગસ્ટ 2019 સુધી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગારીને લઇને મોટો બદલાવ આવ્યો છે. 

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ઓફિસે પણ આ મુદ્દે સરકારની પીઠ થપથપાવી છે અને કહ્યું કે, કમલનાથ સરકારે મધ્યપ્રદેશમાં 40 ટકા સુધી બેરોજગારી ઘટી છે. જો કે, વિપક્ષી પાર્ટી ભાજપે આ દાવાનો સ્વીકાર કરવા નનૈયો ભણ્યો છે અને કહ્યું કે, જો બેરોજગારીના સ્તર પર કોઇ સફળતા મળી પણ છે તો તે કેન્દ્ર સરકારને આભારી છે. 

CMIE ના રિપોર્ટમાં થયો ખુલાસો 

આપને જણાવી દઇએ કે, CMIE એક મુંબઇ સ્થિત બિઝનેશ ઇન્ફોરમેશન કંપની છે. મુખ્યમંત્રી કાર્યાલયના રિપોર્ટ સંબંધીત ટ્વીટ કરતા તેણે લખ્યું કે, મધ્યપ્રદેશમાં રોજગારી વધી રહી છે. કમલનાથ સરકારમાં બેરોજગારી ઘટી છે. 10 મહીનાના ખૂબ જ ઓછા સમયગાળામાં સરકારે 2018 ના મુકાબલે 40 ટકા સુધી બેરોજગારીમાં ઘટાડો કર્યો છે. લોકોને નોકરી ના મળવાનો દર જે 7 ટકા હતો જે ઘટીને 4.2 ટકા થઇ ગયો છે જેનું કારણ કમલનાથના નેતૃત્વવાળી સરકાર છે.  

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.