બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન લાંબા સમયથી અનેક જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે અને તે દરમિયાન તેણે અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝે કોવિડ રિલીફ વર્કર્સને મદદ કરવા અને ઓક્સિજન સિલિન્ડર, કોન્ટ્રેસેન્ટર્સ અને વેન્ટિલેટર માટે દાન આપવાનું વચન આપ્યું છે.
ઝી અને સલમાન ખાન ફિલ્મ્સ આ સિવાય એન્ટરટેનમેન્ટ ઇકોસિસ્ટમમાં કામ કરતા દૈનિક વેતન મજૂરોના પરિવાર અને સમગ્ર મીડિયાને પણ સપોર્ટ કરશે.
રાધે સલમાનની કારકિર્દીની સૌથી ટૂંકી ફિલ્મ છે. સમાચારો અનુસાર સલમાન ખાન સ્ટારર રાધેનો રન ટાઈમ ફક્ત 114 મિનિટ એટલે કે 1 કલાક 54 મિનિટમાં આ ફિલ્મ પૂરી થઈ જશે.
ફિલ્મમાં દિશા પટની, રણદીપ હૂડ્ડા અને જેકી શ્રોફ સલમાન સાથે મુખ્ય ભૂમિકામાં છે. પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 13 મેના રોજ રીલિઝ થશે. થિયેટર સિવાય તમે ઝી5 પર ઝીની ‘પે પર વ્યૂ’ સર્વિસ ZEEPlexની સાથે, તમામ મોટા ડીટીએચ ઓપરેટર્સ એટલે કે ડિશ, ડી2 એચ, ટાટા સ્કાય અને એરટેલ ડિજિટલ પર જોઈ શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.