કોરોના સંક્રમિત દર્દીનાં મૃત્યુ બાદ, તેમના દેહ પરથી દાગીના, રોકડ અને મોબાઇલ સહિતની ચોરી કરનારા, ઝડપાઇ ગયા હતા ત્રણ જેટલા શખ્સો

રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ (Rajkot civil hospital)માં પણ મૃતદેહ પાસે રહેલા મોબાઈલની ચોરી (Mobile theft) કરનાર સિવિલ હૉસ્પિટલના અટેન્ડન્ટની પ્રદ્યુમનનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પાસે રહેલો મોંઘાદાટ iPhone 11 કબજે કર્યો છે.

રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ કોવિડ હૉસ્પિટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ડી. જી નાકરાણીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ અનુસાર દર્દીનું મૃત્યુ થયા બાદ તેને ચેક કરવાનું કામ અટેન્ડન્ટ કરતા હોય છે. હાલ ત્યાં 150 લોકોનો સ્ટાફ કાર્યરત છે. જે તમામનું સુપરવાઇઝર સિંગ ગોવિંદસિંહ નામની વ્યક્તિ કરે છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મૃતદેહ પરથી વસ્તુઓની ચોરી થતી હોવાની મૃતકોનાં સગાઓની ફરિયાદ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી.

ઑક્સિજન લેવલ ઓછું થતા મહિલાને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. દાખલ થયેલી વૃદ્ધા પર વોર્ડબોય હિતેષ વિનુભાઈ ઝાલાએ દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં દાખલ થવા પામી હતી.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક કોરોના સંક્રમિત મહિલાનું બીજી એપ્રિલના રોજ મૃત્યુ નીપજ્યું હતું. કોરોના સંક્રમિત મહિલા પાસે એક iPhone 11 હતો. જે તેના અંતિમ સમય સુધી તેની પાસે રહ્યો હતો. અચાનક તે ફોન ગાયબ થતાં તેના પરિવારજનોએ આ મામલાની જાણ રાજકોટ શહેરના સિવિલ હૉસ્પિટલ તેમજ પ્રદ્યુમનનગર પોલીસ ને પણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.