કાંગે કહ્યું મે મહિનાના અંતમાં ખતમ થશે કોરોના,લોકડાઉનની મદદથી મળશે મોટી રાહત

વાયરોલોજિસ્ટ ડોક્ટર ગગનદીપ કાંગે શક્યતા દેખાડી છે કે મે મહિનાના મધ્યમાં કે પછી મહિનાના અંતમાં કોરોનાની સ્થિતિની ગંભીરતા ઘટી શકે છે. આ સમયે કોરોનાના વિરોધમાં વેક્સીનની અસર પર પણ ચર્ચા કરાઈ છે.

ડોક્ટર કાંગે મે મહિનાના મધ્ય કે અંત સુધીની સ્થિતિ સારી થવાની શક્યતા જોવા મળી રહી છે. આ સમયે તેઓએ ભારતમાં લગાવાયેલી વેક્સીનના વખાણ કર્યા છે. તેઓએ કહ્યું કે વેક્સીન બીમારી અને ગંભીર બીમારીના વિરોધમાં ઘણી સુરક્ષિત છે. સંક્રમણના વિરોધમાં પણ સુરક્ષા આપી છે.

તેઓએ કહ્યું કે જો તમે કોરોના સંક્રમણથી સુરક્ષિત છો તો સાથે જ તેને અન્ય વ્યક્તિને આપશે નહીં. આ વેક્સીન ગંભીર બીમારી અને મોતની સામે લડી રહી છે. તેઓએ કહ્યું કે ભલે સંક્રમણથી ન બચો પણ સંક્રમણને ઓછું કરી શકે છે.

લોકડાઉનને લઈને તેઓએ કહ્યું કે લોકડાઉન મદદ કરશે. જો આજથી 2-3 અઠવાડિયાના કેસ ઘટાડવા ઈચ્છીએ તો લોકડાઉન જરૂરી છે. આ વાતને નક્કી કરી લેવી કે 3 અઠવાડિયામાં કેસ ઘટશે.  તેનાથી લોકો સુરક્ષિત રહેશે અને સાથે માનવ અધિકારોનું ઉલ્લંઘન પણ થશે નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.