આધાર ધારકો માટે કામના સમાચાર,એડ્રેસ પ્રૂફની નહીં પડે જરૂર

આજકાલ બેંકનું કામ હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો આધારકાર્ડ જરૂરી છે, નહીં તો તમને મુશ્કેલીઓ આવી શકે છે. ત્યારે આધારમાં એડ્રેસને ઘરે બેઠા સરળતાથી ચેન્જ કરી શકો છો. ઘણાં લોકો ઘર તો બદલી લે છે પરંતુ નવું એડ્રેસ પ્રૂફ ન હોવાથી આધારમાં નવું એડ્રેસ ચેન્જ કરાવવામાં મુશ્કેલી થાય છે.

સૌથી પહેલા  https://uidai.gov.in/ પર જવું.

હોમપેજ પર સૌથી પહેલા MY Aadhar વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.

હવે તમારે Update Your Aadhaar સેક્શન પર જવું પડશે, જ્યાં તમને એક કોલમ દેખાશે Update your Demographics Data Online તેના પર ક્લિક કરો.

અહીં તમને બે ઓપ્શન દેખાશે. જેમાં પહેલો ઓપ્શન જેની પાસે એડ્રેસ પ્રૂફ છે એ લોકો માટે હશે અને બીજો જેમની પાસે એડ્રેસ પ્રૂફ નથી, તો બીજો ઓપ્શન સિલેક્ટ કરવો.

  • હવે ‘Update Address via Secret Code’  પર ક્લિક કરો અને એડ્રેસ વેરિફાયરનો આધાર અપડેટ કરો. તમારી પાસે એક સર્વિસ રિકવેસ્ટ નંબર આવશે.
  • વેરિફાયરને જે લિંક આવશે તેના પર ક્લિક કરી તમારા આધારથી લોગિન કરવું અને જાણકારી ભરવી.
  • ત્યારબાદ બીજા એસએમએસથી ઓટીપી આવશે અને તેને ભરીને captcha કોડ ભરીને વેરિફાઈ કરવું પડશે.
  • આ વેરિફાઈ થતાં વધુ એક Service Request Number એસએમએસ દ્વારા આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.