RILએ ઈઝરાયલની ટીમને ભારત બોલાવવાની માંગી મંજૂરી,વધારે ઝડપથી થશે કોરોનાનું ટેસ્ટિંગ

ઈઝરાયલની ટીમ ભારત આવીને રેપિડ કોરોના આઈડેન્ટિફિકેશન સોલ્યુશનને સ્થાપિત કરશે. તેનાથી દેશમાં કોરોના ટેસ્ટિંગ સરળતાથી અને ઝડપથી થશે. કંપની તેના માટે લોકોને પ્રશિક્ષિત કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 1.5 કરોડ ડોલરમાં ઈઝરાયલની એક સ્ટાર્ટઅપ કંપની બ્રેથ ઓફ હેલ્થ પાસેથી આ સોલ્યુશન ખરીદ્યું છે.

ભારતમાં કોરોનાના વધતા કેસના કારણે રિલાયન્સ આ રેપિડ ટેસ્ટિંગ સિસ્ટમને સ્થાપિત કરવા ઈચ્છે છે. ઈઝરાયલે પોતાના નાગરિકોને 7 દેશોમાં જવા પર પાબંધી લગાવી છે. ઈઝરાયલના મેડિકલ ટેક્નોલોજી કંપની એક્સપર્ટ રિલાયન્સની ટીમને ભારતમાં  આ સિસ્ટમને ચલાવવાનું શીખવશે. કોરોના વાયરસ કેરિયર અને દર્દીની ઓળખ કરનારી આ સિસ્ટમ દેશમાં સંક્રમણનો દર ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

રિલાયન્સે જાન્યુઆરી 2021માં બ્રેથ ઓફ હેલ્થની સાથે 1.5 કરોડ ડોલરનો સોદો કર્યો હતો. આ સાથે રિલાયન્સને સ્વિફ્ટ કોવિડ-19 બ્રેથ ટેસ્ટિંગ સિસ્ટમ મળનારી હતી. કરારના આધારે રિલાયન્સ ઈઝરાયલની સ્ટાર્ટઅપ કંપની કોરોના વાયરસ ટેસ્ટ કિટની ખરીદી કરવાની છે. દર મહિને 10 લાખ ડોલરના ખર્ચે રેપિડ ટેસ્ટિંગ મશીનથી લાખો લોકોના કોરોના ટેસ્ટ કરી શકાય છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.