પંજાબમાં રેમડેસિવિર અને અન્ય દવાઓની અછત ચાલી રહી,પ્રથમ દ્રષ્ટિએ આ દવાઓ નકલી લાગી રહી

પંજાબના ચમકૌર સાહિબ નજીક ભાખડા નહેરમાં સેંકડો રેમડેસિવિર અને ચેસ્ટ ઈન્જેક્શનના ઈન્જેક્શન મળી આવ્યા છે. જેમાં સરકારને સપ્લાય કરવામાં આવનારા 1456 ઈન્જેક્શન, 621 રેમેડસિવિરી ઈન્જેક્શન તથા 849 લેબલ વગરના ઈન્જેક્શન પણ સામેલ છે.

સેફોપેરાજોન ઈન્જેક્શન પર મેન્યુફેક્ચરિંગ ડેટ એપ્રિલ 2021 તથા એક્સપાયરી ડેટ માર્ચ 2023 અંકિત છે. ચોંકાવનારી વાત એ છે કે આ રસી પર ફોર ગવર્મેન્ટ સપ્લાય નોટ ફોર સેલ પણ લખેલું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં રેમડેસિવિર અને ચેસ્ટ ઈન્જેક્શનના ઈન્જેક્શનોના મોટા પાયા પર કાળા બજારી થઈ રહી છે.  પંજાબમાં રેમડેસિવિર અને અન્ય દવાઓની અછત ચાલી રહી છે. તેવામાં સરકારે સપ્લાય થનારા ઈન્જેક્શનોના મોટા પાયા પર કાળાબજારી થઈ રહી છે. પંજાબમાં પણ રેમડેસિવિર અને અન્ય દવાઓની અછત ચાલી રહી છે. તેવમાં સરકારને સપ્લાય થનારા ઈન્જેક્શન ભાખડા નહેરમાં મળવા પર સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

શીશીયો પર જે લેબલ લગાવવામાં આવ્યા છે તે અસલી શીશીઓ સાથે મેળ નથી ખાઈ રહ્યા.  હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે રાજ્ય ઓક્સિજન, ટેંકરો, રસી અને દવાની અછત ઉપરાંત વેન્ટિલેટર ફ્રન્ટ પર પણ ઝઝૂમ્બિ કહ્યુ છે.  કેમ કે ભારત સરકાર દ્વારા પ્રાપ્ત 809 વેન્ટીલેટરોમાંથી 108ને સ્થાપિત કરવા માટે કોઈ પણ બીઈએલ એન્જિનિયર નથી. ગત મહિને તે અનેક વાર કેન્દ્રને પત્ર લખી ચૂક્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.