ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કોરોનાને કારણે ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે કોવિડ 19ની સ્થિતિને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ ફોન પર ફક્ત મનની વાત કરી.
હેમંત સોરેનની આ પ્રતિક્રિયા એવા સમયે આવી જ્યારે મોદીએ સોરેન ઉપરાંત આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગાણાના સીએમ સાથે કોરોનાની સ્થિતિને લઈને વાત કરી હતી. બેઠક બાદ ઝારખંડના સીએમે ટ્વીટ કરી. તેમણે લખ્યુ, આજે આદરણીય પ્રધાનમંત્રીજીએ ફોન કર્યો
સૂત્રોએ જણાવ્યુ કે સોરેન નાખુશ છે. કેમ કે તેમને પોતાના રાજ્યથી સંબંધિત મુદ્દા વિશે અવગત કરાવવાની પરવાનગી નથી આપવામાં આવી.
રાજ્ય સરકારનો આરોપ છે કે તેમને કેન્દ્ર સરકારે પુરતી મદદ નથી મળી રહી. હેસ્થ સેક્રેટરી અરુણ સિંહના જણાવ્યાનુસાર રાજ્યને ફક્ત 2181 રેમડેસિવિકના ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. રાજ્ય પોતાના સ્તર પર બાંગ્લાદેશથી 50 હજાર ઈન્જેક્શન મંગાવવા માંગતા હતા. પરંતે કેન્દ્રે તેમને એ પરવાનગી પણ ન આપી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.