મ્યુકરમાઇકોસિસના 40 કેસ નોંધાયા, લોકોને ઈન્જેક્શન મેળવવામાં થઈ રહી છે મુશ્કેલી

ભાવનગર જિલ્લામાં કોરોનાના કહેર ની વચ્ચે કોરોનામાંથી મુક્તિ મેળવનારો માટે એક નવી આફત ઉભી થાવ પામી છે ખાસ કરી ને ડાયાબીટીશ અને હાઈ  બી પી ના દર્દીઓ કે જેમને કોરોના પોઝિટિવ બાદ સારું થઇ ગયું હોઈ પરંતુ આ દર્દીઓને કોરોના સમયે અપાયેલા ઇન્જેક્શનો અને દવાઓ ના કારણે તેની સાઈડ ઇફેક્ટ થવા પામી છે

ભલે કોરોના ની સારવાર ના કારણે જીવ બચાવી ચુક્યા હોઈ પરંતુ હવે આ દર્દીઓ માટે એક નવી મુસીબત ઉભી થવા પામી છે ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કારણે જીવ બચાવી લેનારા લોકોએ હવે આંખની રોશની અને જડબાના કેટલાક ભાગો ગુમાવવાનો વારો આવ્યો છે ખાસ કરી ને ડાયાબીટીશ નું પ્રમાણ જેમને વધુ રહેતું હોઈ અને જો તેમને કોરોના પોઝિટિવ થયો હોઈ તેવા દર્દીઓ મટે આ ફન્ગલ ઇન્ફેક્શન જોખમી બન્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓ એ કોરાઓના સમયે તબીબ સલાહ મુજબ સ્ટીરોઈડ્સ ના લીધું હોઈ તેમના કારણે આ બનાવો બનાવ પામ્યા છે

તબીબો ના માટે ફન્ગલ ઇન્ફેક્શનમાં તાવ આવો તેમજ ગળું  ભરાઈ જવું અને આંખમાં સોજા થવા અને બાદ માં આંખ ગુમાવવાનો પણ વારો આવે છે અને જો ધ્યાન ના રાખવામાં આવે તો આની અસર મગજ માં પણ થઇ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.