એક જ પરિવારમાં ચાર ચાર મોતથી, સમગ્ર દ્વારકા પંથકમાં વ્યાપી ગઈ હતી અરેરાટી

દેવભૂમી દ્વારકા (Devbhoomi Dwarka)માંથી ખૂબ જ દુઃખદ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં એક પરિવારના મોભીને કાળમુખો કોરોના ભરખી ગયો હતો. જે બાદમાં પરિવારના મોભીના મોતના આઘાતમાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત (Mass suicide) કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

દ્વારકામાં જયેશભાઈ જૈન નામના વ્યક્તિનું ગઈકાલે કોરોનાથી નિધન થયું હતું. જે બાદમાં આખો પરિવાર ઊંડા આઘાતમાં હતો. પરિવારના મોભી ગુમાવ્યા બાદ પરિવાર સર્વસ્વ ગુમાવ્યાની લાગણી અનુભવતો હતો. મોભીના નિધનના આઘાતમાં આજે મૃતક જયેશબાઈના પત્ની અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

જૈન પરિવારના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. આ સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને વધારે તપાસ શરૂ કરી હતી.

રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 12,545 કેસ નોંધાયા છે. જેની સામે 13,021 દર્દીઓ સાજા થયા છે. સતત બીજા દિવસે કોરોનાની સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ને કારણે 123 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,035 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 75.92 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.