માતાની હત્યા કર્યા બાદ લાશના ટુકડાને ફ્રીજમાં રાખી દીધા હતા અને બે અઠવાડીયા સુધી તેની માતાના શબને તે ખાતો રહ્યો બાદમાં તેના કુતરાને પણ ખવડાવ્યા હતા.
કોર્ટે કળયુગી દિકરા ગોમેઝને હત્યા માટે દોષી ઠેરવ્યો અને નવ જજીસની પીઠે તે દાવાને રદ્દ કરી દીધો હતો કે તે કોઇ મનોરોગથી ઝઝૂમી રહ્યો હતો. ગોમેઝે તેની માતાની હત્યા ગળુ દબાવીને કરી હતી.
આ બાદ ગોમેઝે પોતાની માતાની લાશના 1000 ટુકડા કર્યા હતા અને બે અઠવાડીયા સુધી લાશ ખાતો રહ્યો અને તપાસ કરીને પોલીસે તેને પકડી લીધો હતો
એક પોલીસ અધિકારીએ પૂછ્યુ કે બાકીના હિસ્સાનું શું કર્યુ ત્યારે તેણે કહ્યું તે રાંધીને ખાઇ ગયો હતો. બાકી રહેલા હિસ્સાને તેણે પોતાના કુતરાને ખવડાવી દીધા હતા. લાશને કાપવા માટે તેણે ચાકુનો ઉપયોગ કર્યો હતો.
આ કામ માટે નરભક્ષી દિકરાને 15 વર્ષ અને 5 મહિનાની સજા ફરમાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.