આ નિર્ણય ગત વર્ષ કોવાક્સ બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો,અમે ભારતની મદદ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ – ગાવી

રસી સાથે સંબંધિત ગ્લોબલ અલાયન્સ GAVIએ કહ્યું કે ભારતને 19 કરોડથી 25 કરોડ સુધીની રસીના ડોઝ વ્યાજબી ભાવ પર પુરા પાડવામાં આવશે. સાથે આંતર રાષ્ટ્રીય સંગઠને કહ્યુ કે રસી માટે ટેક્નીકલ મદદ અને કોલ્ડ ચેનની વ્યવસ્થા માટે ભારતને 30 મિલિયન અમેરિકન ડોલર એટલે કે લગભગ 220 કરોડ રુપિયા પણ આપવામાં આવશે.

ગાવી ઓછા અને મધ્યમ આવક ધરાવતા દેશોને રસી પુરી પાડવા માટે પબ્લિક – પ્રાઈવેટ ગ્લોબલ હેલ્થ પાર્ટનરશિપ છે. આ નક્કી કરે છે કે દુનિયાભરમાં રસી કાર્યક્રમ અમીર દેશો ઉપરાંત ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશો સુધી પહોંચે. સંગઠનના પ્રવક્તાએ કહ્યુ કે વર્તમાન કોરોના સંકટમાં અમે ભારતની મદદ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ દુનિયામાં સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. એપ્રિલ મહિનામાં જ્યારે કોરોનાની બીજી લહેરને દેશે અડફેટે લીધો તો માંગ કરવામાં આવી કે 18વર્ષથી ઉપરના તમામનું રસીકરણ થાય. કેન્દ્રએ આ માટે 1 એપ્રિલથી તેમનું રસીકરણ શરુ કર્યુ છે. પણ દેશની માંગ અને રસીના જથ્થા વચ્ચે ઘણુ અંતર છે.  જો કે ભારતમાં હવે રશિયન રસી સ્પૂતનિક વી ના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી ચૂકી છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.