જાણો,આ ખેડૂત આવી રીતે ખેતી કરીને કરે છે લાખો રૂપિયાની કમાણી

youtube.com

બોટાદ:જેમ જેમ સમય બદલતો જાય છે, તેમ તેમ ખેડૂતોની ખેતી કરવાની પદ્ધતિ પણ બદલાતી જાય છે. ઘણાં ખેડૂતો પારંપારીક ખેતી છોડીને બાગાયતી ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પારંપરિક ખેતીમાં જયારે કોઈ વસ્તુની માર્કેટમાં અછત સર્જાય છે ત્યારે જ ખેડૂતોને તે વસ્તુના સારા ભાવ મળે છે અને જ્યારે બજારમાં તે વસ્તુનો પુરવઠો વધી જાય છે, ત્યારે ખેડૂતોને તેમનું અનાજ પાણીના ભાગે વેચવું પડે છે. આ પરિસ્થિતિમાં બોટાદના ભદ્રાવળી ગામના ખેડૂત ગોપાલભાઈએ પારંપારીક પાકની ખેતી છોડીને જામફળની ખેતી કરવાનો વિચાર કર્યો હતો.

જામફળના રોપાઓ લેવા અને જામફળની ખેતી કરવાની પદ્ધતિને જાણવા માટે ગોપાલભાઈ હૈદરાબાદમાં ગયા હતા અને ત્યાં તેમને જામફળની ખેતી કરતા ખેડૂતોને મળીને જામફળ ઉગાડવાની પધ્ધતી અને તેની કેટલી માવજત કરવી પડે છે, તેની તમામ પ્રકારની માહિતી મેળવી હતી. આ તમામ માહિતી મેળવીને ગોપાલભાઈ હૈદરાબાદથી 160 રૂપિયાના એક ભાવે 3500 જેટલા જામફળના રોપાઓ ખરીદીને લાવ્યા હતા. ગોપાલભાઈએ તેમના ખેતરમાં રોપાઓ વાવતા પહેલા 40 ટ્રેક્ટર છાણીયું ખાતર નાંખીને જમીનની ફળદ્રુપતા વધારી અને ત્યારબાદ 2 એકરની જમીનમાં જામફળના રોપાનું વાવેતર કર્યું હતું.

ગોપાલભાઈએ છોડનું વાવેતર કરતા પહેલા જમીનમાં 1 ફૂટ પહોળા અને 1.5 ફૂટના ઊંડા ખાડાઓ કરીને તે ખાડાને એક મહીના ખુલ્લા રાખીને જમીનને સૂર્ય પ્રકાસ આપ્યો હતો ત્યારબાદ જૂન મહિનાની શરૂઆત થતા તેમને જામફળના રોપાનું વાવેતર કર્યું હતું. જામફળનું વાવેતર કર્યાના આઠ મહિના સુધી તમામ રોપાની સારી માવજતના કારણે આઠ મહિના પછીથી જામફળ મળવા લાગ્યા હતા.

તેઓ જામફળની ખેતી સંપૂર્ણ પણે ઓર્ગેનિક પધ્ધતિથી જ કરે છે અને તેમના ખેતરમાં કોઈ પણ જાતનું રસાયણિક ખાતર નાંખતા નથી. જામફળના છોડને યોગ્ય પાણી મળી રહે તે માટે ગોપાલભાઈએ ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી છે. તેઓ છોડને વધારે પોષણ આપવા માટે મહિનામાં બે વાર જીવામૃત આપે છે, અત્યાર સુધીમાં તેમને 7,400 કિલો જામફળનું ઉત્પાદન મળ્યું છે અને આ જામફળમાં તેમને પ્રતિકિલો 40થી 50 રૂપિયા મળે છે. આમ પરંપરાગત ખેતી છોડીને ગોપાલભાઈ ખૂબ વધારે આવક મેળવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.