દરરોજ કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યા,ચાર લાખને થઈ રહી છે પાર

દરરોજ કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર થઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના નવા 4 લાખ 1 હજાર 228 નવા દર્દી નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત દેશમાં મોતનો આંકડો (Death) ચાર હજારને પાર થઈ ગયો છે.

25 દિવસ પહેલા જ્યારે કોરોનાથી દેશમાં એક હજાર મોત થઈ રહ્યા હતા ત્યારે હવે એક જ દિવસમાં ચાર હજારથી વધારે મોત નોંધાઈ રહ્યા છે. આ પહેલા 13 એપ્રિલના રોજ મોતનો આંકડો એક હજારને પાર થયો હતો. જે બાદમાં 20 એપ્રિલના રોજ બે હજારથી વધારે મોત નોંધાયા હતા. 27 એપ્રિલના રોજ આ આંકડો ત્રણ હજારને પાર થયો હતો

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19ના 54,022 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે એકલા મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 898 લોકોનાં મોત થયા છે.

છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,628 કેસ સામે આવ્યા છે.

મધ્ય પ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 11,708 કેસ નોંધાયા છે. આ સાથે જ પ્રદેશમાં અત્યારસુધી કોરોના સંક્રમણના કુલ 6,49,114 કેસ નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 84 લોકોનાં મોત થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.