ભારતમાં વિમાન વાહક શીપ આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya)માં શનિવારે સવારે સામાન્ય આગ લાગી હતી. જો કે આ દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકશાન નહોંતુ થયુ. આ વાતની જણકારી નૌસેનાના પ્રવક્તાએ આપી છે. હાલમાં આગ પર કાબૂ મેળલી લેવામાં આવ્યો છે.
મનાઈ રહ્યુ છે કે ડ્યુટી સ્ટાફે સેલર એકામડેશન કમ્પાર્ટમેન્ટમાં લાગેલી આગ અને ઘૂમાડાને જોયો અને બાદમાં ફાયર ફાઈટિંગ ઓપરેશન લોન્ચ કર્યુ. તાત્કાલીક કરવામાં આવેલી કાર્યવાહી બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.
કહેવામાં આવ્યુ કે શીપના ડ્યૂટી કર્મીઓએ આગ બુઝાવવા માટે તાત્કાલીક કાર્યવાહી કરી. શીપમાં સવાર તમામ કર્મચારીઓની ગણતરી કરવામાં આવી અને કોઈ મોટુ નુકશાન નથી પહોંચ્યુ. નૌસેના પ્રવક્તાએ જણાવ્યુ કે આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કીવ ક્લાસના આ વિમાન વાહક શીપને ભારતે રશિયાથી વર્ષ 2013માં ખરીદ્યુ હતુ. બાકૂના નામથી તૈયાર થયુ આ પોત 1987માં સેનામાં શામિલ થયુ હતુ. આને 1996 સુધી સોવિયત અને રશિયન નૌસેનામાં પોતાન સેવા આપી. ખાસ વાત એ છે કે ખર્ચાળ હોવાના કારણે આને નૌસેનાથી હટાવી દેવામાં આવ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.