ભારતમાં 3માંથી એક રુપને લઈને ચિંતા સેવાઈ રહી છે,સ્પાઈક પ્રોટીનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે

બ્રિટનમાં સ્વાસ્થ્ય વિભાગે ભારતમાં વાયરસના 3 સ્વરુપ જોવા મળ્યા છે. જેમાંથી એક રુપને લઈને શુક્રવારે ચિંતા વ્યક્ત કરવામાં આવી. એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યાનુસાર પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)વિભાગે કોરોના વાયરસના એક ભારતીય સ્વરુપ બી. 1617.2 લોકોને લઈને કહ્યુ કે આ અન્ય બે સ્વરુપોની સરખામણીએ વધારે સંક્રમક છે ઝડપથી ફેલાય છે. કોરોનાના બી. 1617.2 સ્વરુપને વીઓસી 21 એપીઆર-02નું નામ આપવામાં આવ્યુ છે.

પીએચઈએ કહ્યુ કે વીઓસી 21 એપીઆર-02ના મામલા ગત એક અઠવાડિયા દરમિયાન 202થી 520થઈ ગઈ છે અને અડધા ડર્ઝન જેટલા મામલા સંપર્ક અથવા વિદેશ યાત્રાના કારણે આવ્યા છે.  કોરોના વાયરના આ સ્વરુપ ઉપરાંત અત્યાર સુધી બી. 1617 અને બી. 1617.3 પર શોધ થઈ રહી છે.

કોરોનાનું આ સ્વરુપ બ્રિટનના બોલ્ટન અને લંડનમાં તેજીથી ફેલાઈ રહ્યુ છે.  કોરોનાના મ્યૂટેશનને લઈને પીએચઈ સતત વિભિન્ન એકેડમિક અને આંતરરાષ્ટ્રીય સહયોગીયોની સાથે મળીને આના પર અનુસંધાન કરી રહ્યુ છે.  એક ન્યૂઝ રિપોર્ટ મુજબ આ વાતના અત્યાર સુધી પુરાવા નથી મળ્યા કે જે આધાર પર એ કહી શકાય કે કોરોના વાયરસના ભારતીય સ્વરુપ પર રસીનું કામ નહીં કરે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.