મુખ્યમંત્રી કોણ? સર્વાનંદ સોનોવાલ કે હિમંત બિસ્વ,અમિત શાહ પણ સામેલ હશે આ બેઠકમાં

આસામમાં સતત બીજીવાર સત્તા પર બેસનાર ભાજપે વિધાનસભા ચુંટણીમાં 33.21 ટકા મતો મેળવ્યા હતા. અને હવે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આસામમાં બન્યું રહે તે માટે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને આરોગ્ય મંત્રી હિમંત બિસ્વને શુક્રવારે દિલ્હી બોલાવામાં આવ્યા.

સૂત્રો મુજબ સોનોવાલ અને  બિસ્વની બેઠક ભાજપના અધ્યક્ષ જે. પી નડ્ડા, અમિત શાહ, ભાજપના મહાસચિવ બી એલ સંતોષ અને બીજા નેતાઓ સાથે શનિવારનાં રોજ થશે. તમને જણાવી દઈએ કે આસામમાં બીજી વાર સત્તા પર આવનાર ભાજપને વિધાનસભા ચુંટણીમાં 33.21 ટકા મતો મળ્યા છે.

ભાજપને 6,84538 વોટ મળ્યા
પંચના આંકડા મુજબ 92 સીટો પર ચુંટણી લડનાર ભાજપને 33.21 ટકા વોટ મળ્યા. 26 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારનાર આસામ ગણ પરિષદને 7.9 ટકા વોટ મળ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.