બનાવી લો સ્પેશ્યિલ કેરીનો ફજેતો,સિમ્પલ રેસિપિથી બનશે દિવસ પણ ખાસ

દહીં અને કેરીના પલ્પના મિશ્રણ માટે

– પા કપ કેરીનો પલ્પ
– એક કપ દહીં
– એક ચમચો બેસન
– એક ચમચો આદુ મરચાની પેસ્ટ
– પા ચમચી હળદર
– એક ચમચો ગોળ
– મીઠું સ્વાદ પ્રમાણે
– બે કપ પાણી

વઘાર માટે

– એક ઈંચ તજનો ટુકડો
– બે-ત્રણ લવિંગ
– પા ચમચી સૂંઠ
– એક ચમચો તેલ
– પોણી ચમચી રાઈ
– પા ચમચી જીરું
– બે-ત્રણ લાલ સુકા મરચા
– પા ચમચી હિંગ
– છ-આઠ મીઠા લીમડાના પાન

દહીં અને કેરીના મિશ્રણ માટેની બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરીને મિક્સ કરી લો. તજ, લવિંગ, સુંઠને મિક્સ કરીને ખાંડી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરો. તે તતડે એટલે તેમાં આખા લાલ મરચા, હિંગ, મીઠા લીમડાના પાન અને ખાંડેલા મસાલાને ઉમેરો અને થોડી વાર સાંતળો. પછી તેમાં દહીં-કેરીનું મિશ્રણ ઉમેરીને બાર મિનિટ માટે પકાવો. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.