સમગ્ર ભારતમાં કોરોનાને લઈને હાહાકાર મચી ગયો છે. હવે તો લોકો એક જ વાત કરી રહ્યા છે કે કોરોના હવે ક્યારે જશે? પણ હમણાં જ એક અભ્યાસ સામે આવ્યો છે જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે! સંશોધકોનું કહેવું છે કે હવે લોકોએ કોરોના વાયરસ સાથે જીવવાની આદત પાડી લેવી જોઈએ.
મેડિકલ સાયન્સનું એવું કહેવું છે કે વાયરસનું અસ્તિત્વ ક્યારેય ખતમ નથી થતું! પણ આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે વાયરસ વર્ષમાં ઘણીવાર તેની ચરમસીમાએ આવશે. અને તેના પગલે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવશે. ભારતમાં હજી બીજી લહેર ઠરી નથી ત્યાં તો ત્રીજી લહેરના એંધાણ આવી ગયા છે.
જર્મનીની હેડલબર્ગ ઈન્સ્ટીટયુટ ઓફ ગ્લોબલ હેલ્થ અને ચીનની એકેડમી ઓફ મેડિકલ સાયન્સે આ દાવો કર્યો છે કે કોરોના આજીવન જીવતો રહેશે.
રિપોર્ટમાં લખ્યું છે કે વિશ્વના ઉત્તર અને દક્ષિણ દેશોમાં કોરોનાનો પ્રકોપ ઘણો વધુ હશે. સાથે એ પણ લખ્યું છે કે ગરમી હોય કે શરદી હોય, કોઈ પણ ઋતુ હોય કોરોના બારેમાસ આપણી સાથે રહેશે. આ રિપોર્ટ 117 દેશોનાં આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.