DRDOએ તૈયાર કરેલી દવાને DCGIની મંજૂરી,દવા લેનાર દર્દીને ઓક્સિજનની તકલીફો ઓછી થાય છે

દવાના ક્લિનિકલ ટ્રાયલના પરિણામો જણાવે છે કે, આ દવા હોસ્પિટલમાં રહેલા કોરોનાના દર્દીઓની ઝડપથી રિકવરી માટે અસરકારક નીવડી છે, સાથે જ આ દવા દર્દીઓની ઓક્સિજનની જરૂરીયાતને પણ ઘટાડે છે.

DRDOની એક લેબ ઇન્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયસન્સ દ્વારા ડોક્ટર રેડ્ડીની લેબની સાથે મળીને તૈયાર કરવામાં આવેલ ઓરલ દવા 2-DGના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

આ દવા લેનાર કોરોનાના દર્દીઓનો RT-PCR ટેસ્ટ નેગેટિવા આવ્યો છે. આ મહામારીમાં કોરોના વાયરસ સામે બાથ ભીડી રહેલા લોકો માટે આ દવા ખૂબ જ ફાયદાકારક નીવડી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.