કોરોનાની બીજી લહેરે વધારી ચિંતા,12 રાજ્યોમાં છે 80 ટકા કેસ

મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર 24 કલાકમાં દેશમાં મોતનો રેકોર્ડ તૂટ્યો છે. દેશમાં મોતની સંખ્યા 4133 થઈ છે. આ સમયે  409,300 નવા કેસ સામે આવ્યા છે. તો દેશમાં કુલ સંક્રમિતની સંખ્યા 2,22,95,911 પહોંચી છે તો સાથે કુલ મૃત્યુઆંક2,42,398 થયો છે.

સ્વસ્થ થનારા દર્દીઓમાં ઘટાડો થઈ રહ્યો છે પણ મોતની સંખ્યા વધી રહી છે. રિકવરી રેટ 81.90 ટકા રહ્યો છે.

દેશમાં આ સમયે 37.23 લાખથી વધારે સક્રિય કેસ છે જ્યારે તેમાંથી 80.68 ટકા કેસ ફક્ત 12 રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 6.28 લાખ, કર્ણાટકમાં 5.48 લાખ, કેરળમાં 4.17 લાખ, યૂપીમાં 2.45 લાખ અને રાજસ્થાનમાં 1.99 લાખ સક્રિય કેસ સામે આવ્યા છે.

સૌથી વધારે મહારાષ્ટ્રમાં 56,578 કેસ, કર્ણાટકમાં 47,563, કેરળમાં  31,971, યૂપીમાં 26,636 નવા કેસ સામે આવ્યા છે. સાથે તમિલનાડુ, દિલ્હી, પ. બંગાળ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, હરિયાણામાં પણ કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.