સીડીસીએ આપી ચેતવણી,હવાની મદદથી દૂર સુધી જાય છે વાયરસ

નવા આદેશ અનુસાર કોરોના વાયરસસંક્રમણ હવામાં 6 ફીટથી વધારે દૂર સુધી જઈ શકે છે. આ સાથે લોકો તરત જ શ્વાસના કણો, એરોસોલાઈઝ્ડ કણ અને સીધા છાંટા, સ્પ્રે, દૂષિત હાથ, નાક કે આંખને અડવાથી પણ સંક્રમિત થાય છે. મળતી માહિતી અનુસાર હવામાં શ્વાસ લેવામાં નાના કણ અને એરોસોલ કણ હોય છે જે સંક્રામક વાયરસ હોય છે. ટ્રાન્સમિશનના જોખમ સંક્રમક સ્ત્રોતના 3-6 ફૂટ સુધી સૌથી વધારે રહે છે.

સંક્રામક વ્યક્તિ કેટલોક સમય એટલે કે 15 મિનિટથી વધારે અને કેટલાક કેસમાં કલાક સુધી ઘરમાં રહે તો પણ સંક્રમણ ફેલાવે છે. તેનાથી હવામાં વાયરસની અસર 6 ફીટ સુધી લોકોમાં સંક્રમણ ફેલાવવા માટે પૂરતી છે. કેટલાક કેસમાં સંક્રામક વ્યક્તિના બાદ તે જગ્યાથી પસાર થનારા લોકોમાં સંક્રમણનો ખતરો વધે છે.

હાલમાં બ્રિટન, અમેરિકા અને કેનેડાની સાથે સંબંધિત 6 વિશેષજ્ઞોએ કહ્યું કે બીમારીના ઉપયાર સંબંધી પગલા વિફળ રહ્યા છે. કેમકે વાયરસ ખાસ કરીને હવાથી ફેલાય છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.