મે મહિનાની શરૂઆતથી ધીમે ધીમે ગુજરાતને રાહત મળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. છેલ્લા 8 દિવસથી કેસની સંખ્યામાં આંશિક ઘટાડો આવી રહ્યો છે જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
ગુજરાતમાં કોરોના વાયરસના જે દૈનિક કેસ સામે આવી રહ્યા છે તેની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે છે. આ જ કારણ છે કે હવે હોસ્પિટલો બહાર અફરાતફરી જેવી પરિસ્થિતિ દેખાઈ રહી નથી.
આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે આ સંકટ વહેલા જાય તેવી પ્રાર્થના દેશભરના નાગરિકો કરી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,892 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે સતત બીજા દિવસે 119 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 119 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8273 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.