સેશેલ્સએ અનયુક્ત અરબ અમીરાતથી ડોનેશન તરીકે,ચીનના સાઇનોફર્મ રસીનો ઉપયોગ કરી,કોરોના વાયરસ વિરુદ્ધ પોતાની આબાદીનું શરુ કર્યું રસીકરણ

દ્વીપસમુહએ લગભગ 1,00,000ની આબાદીના રસીકરણ માટે એક આક્રમક રસીકરણ અભિયાન શરુ કર્યું અને જલ્દી જ દુનિયાનો સૌથી વધુ રસીકરણ વાળો દેશ બની ગયો.

સેશેલ્સએ અનયુક્ત અરબ અમીરાતથી ડોનેશન તરીકે ચીનના સાઇનોફર્મ રસીનો ઉપયોગ કરી કોરોના વાયરસ વિરુદ્ધ પોતાની આબાદીનું રસીકરણ શરુ કર્યું

સેશેલ્સની 60%થી વધુ આબાદીનું પુરી રીતે રસીકરણ થઇ ચૂક્યું છે અને લગભગ 70%ને કોવિડ-19 વેક્સિનનો ઓછામાં ઓછો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે

રસીકરણના આ પ્રભાવશાળી આંકડા હોવા છતાં, સેશેલ્સમાં આ અઠવાડિયે સૌથી વધુ કોવિડ -19 કેસો જોવા મળ્યા છે, જે ભારત કરતા પણ ખરાબ છે, જ્યાં 3 ટકા લોકો પણ સંપૂર્ણ રસી નથી લગાવી

આ અઠવાડિયાની શરૂઆતમાં, સેશેલ્સએ સંક્રમણને રોકવા બે અઠવાડિયા માટે શાળાઓ બંધ રાખવા અને રમતગમતની પ્રવૃત્તિઓ રદ કરવા સહિતના નવા પગલાઓની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.