પહેલી વખત નાસાએ ટ્વિટરમાં,હેલિકોપ્ટરનો વીડિયો કર્યો હતો જાહેર,જેમાં સંભળાય છે

પહેલી વખત નાસાએ ટ્વિટરમાં હેલિકોપ્ટરનો વીડિયો જાહેર કર્યો હતો, જેમાં અવાજ સંભળાય છે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ટ્વિટરમાં મંગળ પર મોકલેલા હેલિકોપ્ટરનો એક વીડિયો રજૂ કર્યો છે. એમાં પહેલી વખત હેલિકોપ્ટરનો અવાજ સાંભળવા મળ્યો છે. મચ્છરના ગણગણાટ જેટલો અવાજ વીડિયોમાં સંભળાય છે.

હેલિકોપ્ટરે પાંચમી વખત ઉડાન ભરી હતી. ઈન્જેન્યુઈટી નામનું આ હેલિકોપ્ટર માત્ર ૧.૮ કિલોગ્રામ વજન ધરાવે છે. માર્સ હેલિકોપ્ટર નામથી જાણીતા થયેલા આ હેલિકોપ્ટરનો અવાજ મચ્છર જેવો કે એવા કોઈ જીવડાંની પાંખો ફફડે એટલો એટલા માટે આવ્યો હતો

નાસાના વિજ્ઞાાનિકોએ કહ્યું હતું કે હેલિકોપ્ટરનો અવાજ સિસ્ટમથી વધારાયો છે. એટલે તેને સાંભળી શકાય છે. નહીંતર માઈક્રોફોન દૂર હોવાથી અવાજ ખૂબ જ ધીમો આવતો હતો.

અગાઉ નાસાએ આ હેલિકોપ્ટરની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. એ પછી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં હેલિકોપ્ટર ઉડાન ભરતું જોઈ શકાતું હતું. નાસાના વૈજ્ઞાાનિકોની સરકીટમાં ઈનજેન્યુઈટીની ઉડાનને રાઈટર્સ બ્રધર્સના પહેલા વિમાનની ઉડાન સાથે સરખામણી થાય છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.