અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ,તેમની પાસેથી 39 જેટલા ઓક્સિજનની બોટલો,કરવામાં આવી છે જપ્ત

કોરોનાના ગંભીર દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન ડોક્ટર દ્વારા લખી આપવામાં આવે છે. આ ઇન્જેક્શનની અછત હોવાના કારણે કેટલાક ઇસમોને કાળા બજારમાં તેનું વેચાણ કરતા હોવાનું પણ સામે આવે છે. આવા ઇસમને પોલીસે ઝડપી પાડયા છે. હાલ રાજ્યમાં ઓક્સિજનની પણ અછત હોવાનું સામે આવ્યુ છે. દર્દીના પરિવારના સભ્યોને દર્દી માટે ઓક્સિજનની બોટલ માંડ-માંડ મળી રહી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓક્સિજનનું કાળા બજારમાં વેચાણ કરતા ત્રણ ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય ઇસમમાં ઉવૈશ મેમણ, ટોફિક શેખ અને મોહમ્મદ શેખનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ ગુજરાત નામના એક ગોડાઉનમાં કામ કરી રહ્યા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યુ હતું કે ગુજરાત સેફટીના માલિક દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની બોટલનું પણ વેચાણ કરવામાં આવતું હતું

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ તેમની પાસેથી એક બે નહીં પરંતુ 39 જેટલા ઓક્સિજનની બોટલો પણ જપ્ત કરવામાં આવી છે. તો બીજી તરફ કંપનીના માલિકને આ બાબતે માહિતી મળતા તે ફરાર થઈ ગયો હતો. તેથી પોલીસ દ્વારા કંપનીના માલિકની પણ ધરપકડ કરવા બાબતે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછ કરી ત્યારે એવું પણ જાણવા મળ્યું હતું કે, આ પ્રકારે બ્લેકમાં ઓક્સિજનનું વેચાણ આરોપીઓ 25 એપ્રિલથી કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.