અરવિંદ કેજરીવાલે કહ્યું,અમે અત્યારે એક લાખ રસીના ડોઝ લગાવી રહ્યા છે, જેને વધારીને અમે ત્રણ લાખ કરવા જઇ રહ્યા છીએ

અરવિંદ કેજરીવાલે કહ્યું અમે અત્યારે એક લાખ રસીના ડોઝ લગાવી રહ્યા છે, જેને વધારીને અમે ત્રણ લાખ કરવા જઇ રહ્યા છીએ. જેથી અમારી ક્ષમતા 90 લાખ ડોઝ પ્રતિ માસ લગાવવાની થઇ જશે. આ સિવાય કેજરીવાલે પત્રમાં રસીની કિંમતને લઇને પણ પોતાની વાત રાખી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સવાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને કોરોના રસીને લઇને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે રસીકરણ માટે વધારે ડોઝ માંગ્યા છે

તમે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને નિર્દેશ આપો કે મે અને જુલાઇ મહિના સુધીમાં દર મહિને 60 લાખ વેક્સિન ડોઝ દિલ્હીને સપ્લાય કરે. તેમણે કહ્યું કે 18-45 વર્ષ અને 45 વર્ષ કરતા વધારે ઉંમરવાળા લોકોને ધ્યાનમાં રાખીને દિલ્હીને દર મહિને 83 લાખ વેક્સિન ડોઝની જરુર પડશે.

કારણ કે ખાનગી હોસ્પિટલોને સરકારની સરખામણીમાં મોંઘી ડોઝ મળશે. આ સિવાય અરવિંદ કેજરીવાલે કોવિન એપમાં સમસ્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એપમાં સમસ્યા આવી રહી છે, જેના કારણે લોકોનો સમય વ્યર્થ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.