પશ્ચિમ બંગાળમાં પરિણામોના એક અઠવાડિયા બાદ,રાજ્યમાં રાજકીય હિંસાના આવી રહ્યા છે સતત રિપોર્ટ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને મમતા બેનર્જીના નેતૃત્વમાં નવી સરકારની રચના પણ કરવામાં આવી છે. જોકે, પરિણામોના એક અઠવાડિયા બાદ રાજ્યમાં રાજકીય હિંસાનાં રિપોર્ટ સતત આવી રહ્યા છે. TMCની જીત બાદ BJPના કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો BJP સતત આરોપ લગાવી રહ્યું છે.

2 દિવસ પહેલા TMCના કાર્યકર મૃત્યુંજય પૌલે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે દિલીપ ઘોષ અને મિથુન ચક્રવર્તીએ BJPના કાર્યકર્તાઓને પશ્ચિમ બંગાળમાં હિંસા અને ક્રુરતા ફેલાવવા માટે ઉશ્કેર્યા છે. પૌલની ફરિયાદ પર કોલકાતા પોલીસે રવિવારે બંને નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

BJPએ દાવો કર્યો છે કે તેના 300 થી 400 જેટલા કાર્યકરો TMCનાં ગુંડાઓને કારણે આસામમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. જોકે, TMC કાર્યકરેમાં તેમની ફરિયાદમાં BJP બંગાળનાં પ્રમુખ દિલીપ ઘોષ અને મિથુન ચક્રવર્તીને હિંસા માટે જવાબદાર ઠરાવ્યા છે અને તેમના નામ ફરિયાદમાં આપ્યા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.