PM KISAN : આજે કરોડો ખેડૂતોનાં ખાતામાં જમા થઈ શકે છે.! ફટાફટ કરો ચેક.

જો તમે પણ પીએમ કિસાન નિધિ (Pm Kisan)ના હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આપના માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર (Central Government) આજે એટલે કે 10 મેના રોજ આપના ખાતામાં આઠમો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આઠમો હપ્તો ખેડૂતોના ખાતામાં 10 મે સુધી મોકલવામાં આવી શકે છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ (West Bengal)માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)નો પહેલો હપ્તો ખેડૂતોને મળવા જઈ રહ્યો છે. આ રાજ્યના લાભાર્થીને 2,000 રૂપિયાનો પહેલો હપ્તો 14 મેથી મળવાનું શરૂ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સામાન્ય રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan Yojana)નો પહેલો હપ્તો 20 એપ્રિલ સુધી ફાળવી દેવામાં આવે છે. નિયમ મુજબ પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે ક્યારે પણ આવી શકે છે.

કયા ખેડૂતોને મળશે ફાયદો?;

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ માત્ર એ ખેડૂતોને ફાયદો મળે છે જેમની પાસે બે હેક્ટર એટલે કે પાંચ એકડ કૃષિ યોગ્ય ખેતી હોય. ખેતી યોગ્ય જમીન જેના નામે હોય છે તેને એ નાણા મળે છે. પરંતુ જો કોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે તો તેમને પીએમ કિસાન સન્માન નિધિથી બહાર રાખવામાં આવે છે. તેમાં વકીલ, ડૉક્ટર, સીએ સહિત અનેક લોકો આ યોજનાથી બહાર છે.

લિસ્ટમાં આવી રીતે ચેક કરો પોતાનું નામ;

સૌથી પહેલા આપને પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર વિઝિટ કરવું પડશે.
>> તેના હોમપેજ પર આપને Farmers Cornerનું ઓપ્શન જોવા મળશે.
>> Farmers Corner સેક્શનની અંદર આપને Beneficiaries Listના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
>> બાદમાં આપને ડ્રોપ ડાઉન લિસ્ટથી રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામને સિલેક્ટ કરવાનું રહેશે.
>> ત્યારબાદ આપને Get Report પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીની સમગ્ર યાદી સામે આવી જશે, જેમાં તમે પોતાનું નામ ચેક કરી શકો છો.

જાણો કેમ થઈ રહી છે નાણા ટ્રાન્સફર થવામાં વિલંબ;

સૂત્રોનું કહેવું છે કે કોરોના સંકટના કારણે લાભાર્થીના વેરિફિકેશનની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત જે અપાત્ર ખેડૂતોને પહેલા તેનો લાભ મળ્યો છે તેના પૈસા વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પ્રક્રિયા પૂરી થયા બાદ લગભગ 9.5 કરોડ ખેડૂતોને પહેલા હપ્તાના રૂપમાં કુલ 19,000 કરોડ રૂપિયાની રકમ ઇશ્યૂ કરી દેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.