કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી રવિવારે મોડી રાતે સુપ્રીમ કોર્ટમાં રસીકરણ અને કોરોના મેનેજમેન્ટ પર સોગંદનામુ રજુ કરવામાં આવ્યુ છે.
કેન્દ્ર તરફથી જાણકારી આપવામાં આવી છે કે દેશમાં કોઈ પણ કોવિડ દર્દી કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. એટલા માટે આરટી પીસીઆર રિપોર્ટ માટે રાજ્ય અથવા શહેર જેવી કોઈ મર્યાદા નથી. સાથે સ્થિતિને જોતા કોવિડ કેર સેન્ટર, બેડ્સ, સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યા વધારવામાં આવી છે. મેડિકલ વિદ્યાર્થીઓને આ કામમાં લગાવવામાં આવ્યા છે.
હવે 18થી વધારે ઉંમરના લોકોના રસીકરણની પરવાનગી આપવામાં આવી છે. સાથે હવે રાજ્ય સરકાર સીધા રસી ઉત્પાદકો પાસેથી રસી લઈ શકે છે. કેન્દ્ર સરકારે સોગંદનામામાં રસીની કિંમત પર વાત કરી છે. સરકારે કહ્યુ કે રસી ઉત્પાદકોની સાથે વાત કરી એ નક્કી કરવામાં આવ્યુ છે કે તમામ રાજ્યોને સમાન દર પર રસી મળશે.
ઉલ્લેખનીય છે કે રસીના અલગ -અલગ ભાવને લઈને પહેલા પણ વિવાદ થયો હતો. એ બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે. જેનો જવાબ કેન્દ્ર સરકારે આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.