ઇમ્યુનિટી મજબૂત હોવાની સાથે ફેફસાને સ્ટ્રોન્ગ પણ રાખવાનું જરૂરી છે. સ્વસ્થ ફેફસા અનેક બીમારીથી બચાવીને રાખે છે. હેલ્ધી ફેફસા હાર્ટને પણ સ્વસ્થ રાખે છે. સ્વસ્થ ફેફસા માટે તમે ઘરેલૂ ઉપાયો અપનાવી શકે છે. આ ઉપાયોમાં તમે તુલસી અને લવિંગનું મિશ્રણ ઉપયોગમાં લઈ શકો છો અને તેનાથી તમને આરામ મળી શકે છે.
ફેફસાના ખરાબ થવાથી શરીરમાં ઓક્સીજનની ખામી રહે છે. શરીરમાં ઓક્સીજનની ખામી હોવાથી જીવ પણ જઈ શકે છે. ફેફસાને હેલ્ધી રાખવાનું જરૂરી છે.
ફેફસાને મજબૂત બનાવવા માટે તમે થોડી મૂલેઠી, કાળા મરી અને લવિંગને શેકી લો અને તેને 4-5 તુલસીના પાન, મિસરી અને થોડા તજની સાથે મોઢામાં નાંખીને ચાવી લો.
ઔષધિય ગુણોથી ભરપૂર મુલેઠીમાં વિટામિન બી અને ઈની સાથે ફોસ્ફરસ, કેલ્શિયમ, કોલીન, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સિલિકોન, પ્રોટીન, ગ્લિસરાઈઝિક એસિડ અને એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી બાયોટિક ગુણ હોય છે.
તુલસીના પાનમાં પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ મેગ્નેશિયમ, કૈરીટિન અને વિટામિન સી મળે છે. જે ફેફસાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
લવિંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ ગુણો સિવાય વિટામીન ઈ, વિટામીન સી, ફોલેટ, રાઈબોફ્લેવિન, વિટામિન એ, થાયમિન અને વિટામિન ડી, ઓમેગા 3 ફેટી એસિડ જેવા તત્વો મળે છે. આ હાર્ટ, ફેફસા અને લિવરને મજબૂત કરવાની સાથે પાચનને પણ સારું રાખે છે.
તજમાં ભરપૂર પ્રમાણમાં થાઈમીન, ફોસ્ફરસ, પ્રોટીન, સોડિયમ, વિટામીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, નિઆસીન, કાર્બોહાઈડ્રેટ મળે છે. આ સિવાય આ એન્ટી ઓક્સીડન્ટનો પણ સારો સોર્સ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.