કેન્દ્ર સરકારના આદેશ આપ્યો છે કે જો કોઇ વ્યક્તિ ચાઇનીઝ ફટાકડાંનો ઉપયોગ કરે અથવા વેચતો પકડાયો તો એને કસ્ટમ એક્ટ 1962 હેઠળ દંડિત કરવામાં આવશે.
દિવાળી પહેલા સરકારે ચાઇનીઝ ફટાકડા પર સમગ્ર રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. સોમવારે કસ્ટમ વિભાગના પ્રિન્સિપલ કમિશ્નરે આ સંબંધે એક નોટિસ જારી કરી છે. નોટિસમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ફટાકડાની આયાત પર સમગ્ર રીતે પ્રતિબંધ છે. જો કોઇ વ્યક્તિ ચાઇનીઝ ફટાકડા રાખશે, વેચશે અથવા કોઇ પણ પ્રકરાની એની ડીલિંગ કરે છે તો એને કસ્ટમ એક્ટ 1962 હેઠળ દંડ ફટકારવામાં આવશે.
જણાવી દઇએ કે સરકાર તરફથી જારી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ચાઇનીઝ ફટાકડાની આયાત અને ભારતીય બજારમાં એનો ઉપયોગ ચિંતાનો વિષય છે. ચાઇનીઝ ફટાકડા પર આયાત પર પ્રતિબંધ છે અને જો કોઇ વ્યક્તિ પાસે આ મળી આવે છે તો એને કસ્ટમ એક્ટ હેઠળ દંડ ફટાકારવામાં આવશે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ચાઇનીઝ ફટાકડાનો ઉપયોગ સરકારના એક્સપ્લોઝિવ રૂલ્સ 2008ની વિરુદ્ધ છે અને આ હાનિકારક છે. એમાં લેડ. કૉપર. ઑક્સાઇડ અને લીથિયમ જેવા પ્રતિબંધિત કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ્સ વ્યક્તિઓ માટે ખતરનાક હોવાની સાથે સાથે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.