બિહારમાં નીતિશ કુમાર મંત્રિમંડળમાં સામેલ રાજ્યના જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝાએ મંગળવારે પોતાના સત્તાવાર ટ્વિટર હૈન્ડલથી ટ્વીટ કરી લખ્યુ કે બિહાર સરકારે બક્સર જિલ્લાથી ચૌસાની નજીક ગંગા નદીમાં વહેતા મૃતદેહોની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો મામલામાં સંજ્ઞાન લીધી છે. આ મૃતદેહો ઉત્તર પ્રદેશથી વહીને બિહાર આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરે પુષ્ટિ કરી તે આ તમામ લાશો 4-5 દિવસ જૂની છે.
યુપીની સીમા પર રાનીઘાટમાં ગંગા નદીમાં જાળી લગાવી દેવામાં આવી છે. અમે લોકો યુપી પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે તે એલર્ટ રહે અને બક્સર જિલ્લા પ્રશાસન પણ એલર્ટ રહે. અમે તમામને સલાહ આપી છે કે મૃત વ્યક્તિ અને ગંગામાંને પૂરુ સન્માન આપો.
મંત્રી ઝાએ એક અન્ય ટ્વીટમાં આ અંગેની જાણકારી આપતા કહ્યુ કે મુખ્યમંત્રી નીતિશ કુમાર આ ઘટના અને ગંગા નદીને પહોંચેલા નુકસાનથી દુઃખી છે. ખાસ કરીને તે નદીની શુદ્ધતા અને નિરંતર પ્રવાહને લઈને ચિન્તિત રહ્યા છે. તેમણે પ્રશાસને નિર્દેશ આપ્યા છે કે ક્ષેત્રમાં સુરક્ષા હજુ વધારવામાં આવે. જે અંતર્ગત ફરી આવી ઘટના ન બને
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.