ત્રીજા માળે વેન્ટિલેટર વાળા રૂમમાં લાગી હતી આગ,શોટ સર્કિટ કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી આવી સામે

ભાવનગરની હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ભાવનગરની જનરેશન એકસ હોસ્પિટલમાં જે કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યું હતું તેમાં ત્રીજા માટે આગ લાગવાની ઘટના સામે આવી છે. તે સમયે હોસ્પિટલમાં કુલ 70થી પણ વધારે દર્દીઓ દાખલ હતા જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. બધા જ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને તાબડતોબ મોડી રાત્રે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં દર્દીઓને સર તખ્તસિંહજી અને લેપ્રેસી હોસ્પિટલ ખસેડાયા છે.

આગ જે સમયે લાગી ત્યારે ઘણા બધા દર્દીઓ ઑક્સીજન સપોર્ટ પર હતા તે બધાને ઑક્સીજનના સિલેન્ડર સાથે બહાર કાઢવામાં આવ્યા. આ હોસ્પિટલમાં તત્પરતાથી કામ કરવામાં આવ્યું હોવાથી લોકોના જીવ બચાવી શકાયા છે

નોંધનીય છે કે હાલમાં જ ભરૂચ શહેરની વેલફેર હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડમાં આગ લાગવાની ઘટના થઈ હતી જેમાં મોટી રાતે ભીષણ આગમાં 14 દર્દીઓ તથા 2 નર્સે જીવ ગુમાવ્યા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.