ગાંધીનગરના હેલીપેડ ગ્રાન્ડમાં ડીઆરડીઓ અને ટાટા દ્વારા ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાત કરે ૨૦ દિવસથી વધુ સમય થઇ ગયો હોવા છતાં હોસ્પિટલ હજુ સુધી બની નથી .
અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં ડીઆરડીઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી ત્યારે જ એટલે કે ૨૦ દિવસ પહેલા ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી.
જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગૃહ મંત્રી પ્રારંભ કરવામાં આવ્યાના ચાર દિવસે ધનવંતરી હોસ્પિટલ શરૃ થઇ હતી તો ગાંધીનગરમાં તો ૧૨૦૦ બેડની હોસ્પિટલ માટે છેલ્લા ઘણા દિવસોથી કોઇ રણાગત જ ન હતી. જો કે, હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પુરતી વ્યવસ્થા થઇ શકે તેમ નહીં હોવાને કારણે ડીઆરડીઓ દ્વારા મહાત્મા મંદિર ખાતે ૧૨૦૦ બેડ બનાવવાની કામગીરી આરંભી હતી.
૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ હવે ફક્ત ૯૦૦ બેડની જ બનશે. તેના માટે કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. દર્દીઓની પથારી સહિતના મેડિકલ સાધનોનો સ્ટોક અહીં ઢલવવામાં આવી રહ્યો છે ત્યારે ડોક્ટર સહિતના સ્ટાફની અહીં નિમણૂક કરવી તે તંત્ર માટે વધુ એક પડકાર રહેશે તેમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.