કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાથી કોરોનાએ હાહાકાર મચાવતા માત્ર દેવળી, સિંધાજ અને આલિદર ગામે ૯૭૦ લોકો કોરોનાગ્રસ્ત બની ચુકયા છે અને ૫૭ ગ્રામજનો મોતનાં મુખમાં ધકેલાઈ ગયા છે. કોવિડ ટેસ્ટ કરાવવા ગ્રામજનોને કોડિનાર સુધીનાં ધક્કા ખાવા પડી રહયા છે.
ગામના ઉપસરપંચ ઉદયસિંહ મોરીના જણાવ્યા પ્રમાણે દેવળી ગામની ૧૨ હજારની વસ્તીમાં છેલ્લા ૧ માસમાં અંદાજે ૪૫૦થી પણ વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા. જે પૈકી હાલ ૨૦ લોકો અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે તેમજ અંદાજે ૨૦૦ લોકો હોમ ક્વોરન્ટાઇન છે
મુખ્ય તકલીફ તો એ છે કે કોરોના ટેસ્ટીંગ માટે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જેથી કોડીનાર ખાતે ટેસ્ટીંગ માટે જવું પડે છે અને ત્યાં પણ રેપીડ ટેસ્ટ ની કિટો ખાલી હોય અને આરટી પીસીઆર ટેસ્ટ બપોર બાદ કરતાં નથી એટલે લોકોને ધક્કા થાય છે. ટેસ્ટ ન થવાથી સંક્રમણ પણ વધુ ફેલાઈ છે.
સિંધાજ ગામના સરપંચ સુનિલભાઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે સિંધાજ ગામની ૮હજારની વસ્તીમાં છેલ્લા ૧માસમાં અંદાજે ૨૫૦થી પણ વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા. જે પૈકી હાલ ૨ લોકો અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે તેમજ અંદાજે ૫૦ લોકો હોમ ક્વોરન્ટાઇન છે.
આલિદર ગામના સરપંચ પી. કે. પઢીયારે જણાવ્યું કે, આલિદર ગામની ૧૦ હજારની વસ્તીમાં છેલ્લા ૧માસમાં અંદાજે ૨૭૦થી પણ વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા. પૈકી હાલ ૭ લોકો અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.