રાજયના મુખ્ય સચિવે તમામ વહીવટી અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ તેમજ લશ્કયની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની વહીવટી તંત્ર સાથે ઓલાઈન બેઠક યોજી હતી.
રાજ્યમાં એનડીઆરએફની કુલ 15 ટીમો તૈનૈત રહેશે. આ ઉપરાંત એક ટીમ રાજકોટ, સુરત અને ત્રણ ટીમ ગાંધીનગરમાં પ્રિ-ડિપ્લોય રાખવાં આવશે. 15 ટીમાંથી 10 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી જૂનથી શરુ થનાર ચોમાસુ સારુ રહેવાની આગાહી થઈ છે અને દેશી પધ્ધતિ મૂજબ વરતારો પણ આવો જ નીકળ્યો છે ત્યારે હવે મેઘરાજાએ જાણે કે ચોમાસા પૂર્વેની તૈયારીઓ શરુ કરી દીધી છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે તા.૧૪શુક્રવારે સવાર સુધીમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેસર તા.૧૬ મે રવિવાર સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેની અસર લક્ષદ્વિપ, કેરલ, તમિલનાડુ, કર્ણાટક વગેરેને ઉપરાંત દેશના અન્ય ભાગોને પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.