મોદી સરકાર હવે કોરોનાનાં પોઝિટીવ આંકને બદલે નેગેટિવ આંક બતાવશે.

કોરોના સંકટ દરમિયાન સુવિધાઓની ઘટ અને અવ્યવસ્થાને લઈને મોદી સરકાર આલોચનાના ઘેરામાં છે. હવે પોતાની છબી સુધારવા માટે ભાજપા અને અન્ય સંગઠનો સકારાત્મક વાતો પર જોર આપી રહ્યા છે. આરએસએસ નેતા મોહનભાગવતે પણ ટીવીમાં ભાષણ આપવાની તૈયારીઓ કરી છે. જેનું શિર્ષક હશે પોઝિટીવીટી અનલિમિટેડ. એમાં તે લોકોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરશે.

પોઝીટીવ આવનારાનો આંક નહીં બતાવે સરકાર;

જાણકારી મુજબ આ વખતે પ્રધાનમંત્રી મોદી મનની વાત કાર્યક્રમમાં પણ સકારાત્મકતાની શક્તિ અને 130 કરોડ ભારતીયોની મજબૂતી પર વાત કરવાના છે. સરકાર જાણે છે કે આ બધા ઉપાયો માહોલ બદલવા માટે પર્યાપ્ત નથી. એટલા માટે સરકાર તરફથી કેટલાક વધુ ઉપાયો જણાવાયા છે. સૂત્રો મુજબ સરકારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રોજ થનારા કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવનારાની સંખ્યા બતાવવામાં આવે. પોઝીટીવ આવનારાની નહીં.

મોદી સરકારના કામોને હાઈલાઈટ કરવાના પ્રયાસો;

જણાવી દઈએ કે તમામ કેન્દ્રીય મંત્રી સતત ટ્વિટ કરીને મોદી સરકારના કામોને હાઈલાઈટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. મંત્રીઓ એવી વાર્તાઓ ઉભી કરી રહ્યા છે જે સરકારના કામને સફળ બતાવે. ઓક્સિજન એક્સપ્રેસ ની પ્રશંસા કરાઈ રહી છે. તો પાર્ટી સ્તરે પણ કેન્દ્ર સરકારની નાકામિયાબી અને આલોચનાને છુપાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

આરએસએસ એક ઓનલાઈન કાર્યક્રમ કરવા જઈ રહ્યું ;

આરએસએસ પણ આ કામમાં પાછળ નથી. જણાવાઈ રહ્યું છે કે આરએસએસ એક ઓનલાઈન કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે જેમાં કેટલાય મોટીવેટર, ધર્મગુરુઓ ભાષણ આપશે. અને લોકોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરશે. આ થીમમાં પણ લોકોમાં પોઝીટીવીટી લાવવાની હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.