અલ્હાબાદ હાઈકોર્ટે પંચાયત ચૂંટણી ડ્યૂટી દરમિયાન કોરોનાથી થયેલા મોતના મામલામાં રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા વળતરને ઓછુ ગણાવ્યુ છે. કોર્ટે રાજ્ય ચૂંટણી આયોગ અને સરકારને મૃતક કર્મચારીઓના પરિવારજનોને એક એક કરોડનું વળતર આપવાનો પુનવિચાર કરવાનો નિર્દેશ કર્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યુ કે આ રકમ બહું ઓછી છે આ ઓછામાં ઓછા 1 કરોડ હોવા જોઈએ. કોર્ટે સરકાર તથા આયોગને પૂર્વમાં જાહેર વળતરને પાછુ લેવા કહ્યુ છે.
કોરોનાના વધતા સંક્રમણને લઈને કાયમ જાહેરહિતની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે દરેક જિલ્લામાં 3 સભ્ય પેન્ડેમિક પબ્લિક ગ્રીવાંસ કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં જિલ્લાના જજથી સીજેએમ અથવા ન્યાયિક મેજિસ્ટ્રેટ, મેડિકલ કોલેજના પ્રધાનાચાર્ય દ્વારા નામિત કોઈ પ્રોફેસર, જયાં કોલેજ ન હોય ત્યાં લેબલ ફોરના જિલ્લા હોસ્પિટલના કોઈ અધિકારી અથવા એડીએમ રેંક અધિકારીની કમિટી બને. આને 48 કલાકમાં ગઠિત કરવાની નિર્દેશ આપ્યા છે.
તેમજ કોર્ટે રાજ્ય સરકાર તથા સરકારી, ખાનગી હોસ્પિટલોને નિર્દેશ આપ્યો છે કે જો કોવિડ દર્દીનું મોત થાય છે તો તેને કોરોનાથી થયેલુ મોત જ ગણવામાં આવે. જેમ કે શરદી, ખાંસીથી દાખલ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવે અને તેનું મોત થાય છે તો તેને કોરોનાથી મોત ગણવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.