WHOએ બુધવારે મહામારી સંબંધિત એક સાપ્તાહિક કોરોનાના રિપોર્ટમાં કહ્યું કે કોરોના વાયરસ બી.1.617 સ્વરૂપ સૌથી પહેલા ઓક્ટોબર 2020માં આવ્યું હતું.
રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ભારતની સ્થિતિને લઈને હાલમાં સંશોધન કરાયું છે. દેશમાં કોરોનાની બીજી લહેરમાં વધારામાં અનેક કારણો જવાબદાર છે. જેમાં સાર્સ-સીઓવી-2ના અનેક સ્વરૂપનો ફેલાવો મુખ્ય પરિબળ છે
જન સ્વાસ્થ્ય અને સામાજિક ઉપાયોના પાલનમાં પણ ઘટાડો થવો અને સાથે બેજવાબદારી પણ આજની સ્થિતિ માટે જવાબદાર છે. ભારતમાં વાયરસના પ્રસારમાં વધારા માટે આ દરેક બાબતોમાંથી દરેક માટે કોઈને કોઈ પાસું જવાબદાર રહ્યું છે.
એક દિવસના નવા કેસ 3 લાખ 62 હજાર 389 નોંધાયા છે અને સાથે જ ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 37 લાખ 6 હજાર 105 પહોંચી ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં રિકવર દર્દીની સંખ્યા 3 લાખ 51 હજાર 740 થઈ છે તો સાથે દેશમાં એક દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક 4 હજાર 127 નોંધાયો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.