લાશમાંથી વાયરસ ફેલાવાને લઈને અનેક આશંકાઓ કરાઈ રહી છે વ્યક્ત,લાશોને લીધે ગંગા નદીથી કોરોના ફેલાવાની સેવાઈ રહી છે આશંકા

ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદીમાંથી મળેલા 71 મૃતદેહોની સંખ્યા હવે 100થી વધુ થઈ ગઈ છે.

એક રિપોર્ટના અનુસાર હજું સુધી એ સ્પષ્ટ નથી કે મૃત શરીરમાંથી સંક્રમણ ફેલાઈ શકે છે કે નહીં. અનેક એક્સપર્ટ્સ આ વાતને ખંડન કરે છે. જો કે દુનિયાભરમાં ઓથોરિટીઝે કોરોના દર્દીના અંતિમ સંસ્કારને લઈને અનેક નિયમો બનાવ્યા છે. ભારતમાં અનેક સ્વાસ્થ્ય એજન્સીઓ લાશો પર નજર રાખે છે. રિપોર્ટ મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને એમ્સ તરફથી જારી ગાઈડલાઈન દર્શાવે છે કે લાશોને સંભાળતા દરમિયાન કોરોના સંક્રમણનું સંકટ છે.

એક્સપર્ટ્સ જણાવે છે કે કોરોના વાયરસ ફેલાવાનું મુખ્ય માધ્યમ નાનું ટીપુ હોય છે. જે શ્વાસ લેતા સમયે, ખાંસતા તથા છીંકતા સમયે બહાર નીકળે છે. ત્યારે કેટલીક બહું નાની બુંદોને એરોસોલ્સ કહેવામાં આવે છે. જે હવામાં તરી શકે છે. ત્યારે કેટલીક સ્ટડીધઝમાં સંક્રમિતના મળમાં પણ કોરોના મળ્યાનો દાવો કરાયો છે.

જો કે હજું સુધી આ વાતના કોઈ પુરાવા નથી કે વહેતા પાણી અથવા સ્વિમિંગ પુલમાં SARS-CoV-2 ફેલાઈ શકે છે. જો કે હવાને કોરોના ફેલાવાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. કેટલીક સ્ટડીધમાં નદી અને ખરાબ પાણીમાં SARS-CoV-2 મળ્યા છે. પરંતુ તેમની સંક્રમક્તા સાબિત નથી થઈ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.