રાજ્યમાં મ્યુકરમાઈકોસિસનું સંકટ,અમદાવાદ, સુરત અને વડોદરમાં વધ્યા કેસ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કહેર વચ્ચે મ્યુકરમાઈકોસિસના કેસ વધથા તંત્રની ચિંતા પણ વધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે દિવસે મ્યુકરમાઈકોસિના 86 નવા કેસ નોંધાયા છે જેને પગલે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પાંચનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.

સુરત શહેરમાં અત્યાર સુધીમાં 185 કેસ સામે આવ્યા છે જ્યારે 67 જેટલા દર્દીઓ સાજા થયા છે અને 99 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે સુરતમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધતા તંત્ર પણ સાબદું બન્યું છે સુરતમાં મ્યુકરમાઈકોસિસના આંતક દિવસે દિવસે વધતો જાય છે, એવામાં સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઈન્જેક્શનની પણ ભારે અછત સર્જાઈ છે

વડોદરામાં પણ મ્યુકરમાઈકોસિસના નવા કેસ સામે આવી રહ્યા છે હાલ વડોદરામાં 200થી વધારો દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે મ્યુકરમાઈકોસિસના વધુ 19 નવા દર્દી સામે આવ્યા છે

નિષ્ણાંતોના અનુસાર હજુ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થતા મ્યુકરમાઈકોસિસ જોવા મળે છે, મ્યુકરમાઈકોસિસની સારવારમાં લેવમાં આવતા ઈજેક્શનની અછત સર્જાઈ રહી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.