બાવળીયા-બોઘરા જૂથ આમને સામને,મહામારી સમયે પ્રજાની સેવામાં જૂથવાદ

ભાજપનો જૂથવાથનો કલહ ફરી એકવાર સામે આવ્યો જસદણ ભાજપ પ્રમુખ ભરત બોઘરા જૂથ અને ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જૂથના સમર્થકો ફરી આમને-સામને આવી ગયા હતા ગૃપમાં સભ્યો એક બીજાની સામ સામે આવી જતા જુથ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.કોરોના મહામારી સમયે પ્રજાની સેવામાં જુથવાદ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું.

બોઘરાના કોવિડ સેન્ટરના ર પોસ્ટર પર બાવળીયાનું પોસ્ટર લગાવાતા બોઘરા જુથના સભ્યોએ વિરોધ કર્યો હતો. કોવિડ સેન્ટર ચાલુ હોવા છતા બાવળીયાનું પોસ્ટર લગાવવા આવતા વિવાદ સર્જાયો છે. જેને લઈ ને બાવળીયાના સમર્થકોએ પ્રદેશ અધ્યક્ષને ખુલાસા સાથે પત્રો લખ્યા છે કે  બોઘરાનું સેન્ટર બંધ જેવું હોવાથી પોસ્ટર લગાવવામાં આવ્યા છે, મહત્વનું છે કે બોઘરાના કોવિડ સેન્ટર પર  બાવળીના પોસ્ટર લાગ્યા છે.

મહત્વનું છે આ અગાઉ પણ બોઘરા અને બાવળીયા જૂથ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. જેમાં એક ઓડિયો ક્લિપમાં બે સભ્યો સામ-સામે આક્ષેપ કરતાં જોવા મળ્યા હતા .

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.