ડબલ વેરિએન્ટને લઈને અનેક પ્રકારની,વ્યક્ત કરવામાં આવી રહી છે ચિંતા

સૌથી ઝડપથી ફેલાઈ રહેલા બી.1.617  વેરિએન્ટ (ડબલ વેરિએન્ટ)ને લઈને અનેક પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તેજીથી ફેલાઈ રહ્યો છે. બિમારીને ઘાતક બનાવી રહી છે. બહે સંસ્થાઓથી શરુઆતના સંકેતો મળી રહ્યા છે કે હાલની રસી સંક્રમણને રોકવામાં ઓછા અસરદાર છે.

રિપોર્ટ અનુસાર યૂનિવર્સિટી ઓફ કેંબ્રિજના શોધકર્તા ડો. રવીન્દ્ર ગુપ્તાએ રસી લઈ ચૂકેલા લોકોના સીરમ પર અધ્યયન કર્યા બાદ આ પરિણામ શોધ્યુ છે કે રસીથી લોકોમાં પેદા થનારા એન્ટીબોર્ડીઝ આ વાયરસની વિરુદ્ધ ઓછા અસરદાર છે.

રિપોર્ટમાં કહ્યુ છે કે દિલ્હીની હોસ્પિટલોમાં કોવિશીલ્ડના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોને ફરી સંક્રમણના મામલા સામેને પણ આને જોડીને જોઈ શકાય છે. રિપોર્ટમાં જર્મનીના વૈજ્ઞાનિકોની એક ટીમના પરિણામનો ઉલ્લેખ છે. જેમને પૂર્વમાં કોરોનાથી સંક્રમિત થઈ ચૂકેલા 15 લોકોની ન્યૂટ્રીલાઈજિંગ એન્ટીબોડીઝની તપાસ કરી અને તેમને ડબલ વેરિએન્ટની વિરુદ્ધ 50 ટકા ઓછા અસરકારક જોવા મળ્યા.

હકિકતમાં જીનોમ કન્સોર્ટિયમ અંતર્ગત કોવૈક્સીનની સાથે સાથે કોવિશીલ્ડની રસીની અસરકારકતાને લઈને અધ્યયન કરી રહ્યા છે. જો કે આ અઘ્યયનના શુરઆતના પરિણામોમાં કહેવામાં આવ્યુ છે કે રસીઅને કોવિશીલ્ડ ડબલ વેરિએન્ટની વિરુદ્ધ કામ કરી રહી છે. પરંતુ પૂર્વના વેરિએન્ટની સરખામણીમાં ડબલ વેરિએન્ટની વિરુદ્ધ તેની અસર ઓછી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.