વિપક્ષ સતત કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. ખાસ કરીને એવી સ્થિતીમાં જ્યારે કોરોના સામે લડવામાં મોદી સરકાર ઉણી ઉતરી છે.
હવે બ્રિટેનના અખબર ફાઈનાન્સિયલ ટાઈમ્સે ફરી એકવાર મોદી સરકારની તૈયારીઓની ટીકા કરી છે. આ અખબારમાં હાલમાં જ 2300 શબ્દોનો એક લેખ છપાયો છે.
આ લેખમાં કહેવાયુ છે કે, કેટલાય લોકોને હવે લાગે છે કે, તેમના નેતાએ બીજી લહેરના સંકેતોને નજર અંદાજ કર્યા અને વધતા સંકટની વચ્ચે મરવા માટે લોકોને છોડી મુક્યા. ભારતના ભવિષ્યને લઈને ફાઈનાન્સિયલ ટાઈમ્સે લખ્યુ છે કે, ક્ષેત્રિય પાર્ટીઓનો આત્મ વિશ્વા, પશ્ચિમ બંગાળની સત્તાધારી ટીએમસીની જીત બાદ વધી છે.
અખબારે ભારતમાં કોરોના સંકટ વચ્ચે મુશ્કેલીઓમાં ઝઝૂમી રહેલા લોકો સાથે કરેલી વાતચીતના અંશો છાપ્યા છે. જેમાં એક મહિલા કે, જેણે પોતાના પિતાને કોરોનામાં ગુમાવ્યા છે, તે અનાર્યા જણાવે છે કે, આ સામાન્ય જનતાનું કામ નથી કે તે દવા શોધે, ઓક્સિજન શોધે, હો્સ્પિટલમાં જઈને આઈસીયુ બેડ શોધવા બેસે.
હાલ લોકોનો ગુસ્સો એક એવા મજબૂત નેતાના કવચમાં પહેલી વાર તિરાડ તરીકે ઉભર્યો છે. જે થોડા સમય પહેલા રાજકીય રીતે અપરાજેય દેખાઈ રહ્યા હતા. નરેન્દ્ર મોદી જે દાયકા બાદ ભારતના સૌથી શક્તિશાળી અને સૌથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.