તબીબોનું કહેવુ છેકે, કોરોનાથી સંક્રમિત ડાયાબિટીસના દર્દીઓને,મ્યુકર માઇકોસિસનું વધુ રહેલું છે જોખમ

તબીબોનું કહેવુ છેકે, કોરોનાથી સંક્રમિત ડાયાબિટીસના દર્દીઓને મ્યુકર માઇકોસિસનું જોખમ વધુ રહેલું છે. મ્યુકર માઇકોસિસ ફુગથી આ રોગ આંખ, નાકમાં જ નહીં, છેક મગજ સુધી પ્રસરે છે.

અમદાવાદ જેવા મોટા શહેરોમાં કેસોમાં આંશિક ઘટાડો થઇ રહ્યો છે ત્યારે મ્યુકર માઇકોસિસના રોગે માઝા મૂકી છે. દિવસેને દિવસે મ્યુકોર માઈકોસિસના રોગનો કેર વધી રહ્યો છે

અમદાવાદ સિવિલમાં આ દર્દીઓ માટે અલાયદા બે વોર્ડ ઉભા કરવા પડયા છે. મ્યુકરમાઇસોસિસના દર્દીઓની સંખ્યા વધીને જ્યાં બે દિવસ પહેલા ૧૧૦થી વધુ હતી ત્યારે હાલ ૨૦૦થી વધુ સંખ્યા થઈ છે. હાલ બંને વોર્ડ ફુલ થઈ ગયા છે અને દર્દીઓને દાખલ કરવામા મુશ્કેલી પડી રહી છે.

રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિને પણ મ્યુકર માઇકોસિસ થવાની સંભાવના વધુ હોય છે. મ્યુકર માઇકોસિસના ૫ ટકા દર્દીઓ આંખો ગુમાવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.