- કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેયિશિલ સ્યુટ પણ સાથે લઈ નીકળી.
- કચ્છના જખૌમાં નુકસાનીની સંભાવના વધારે હોવાથી પ્રાંત અધિકારીએ પોલીસ અને ટીડીઓને સ્થળાંતરની જવાબદારી સોંપી
રાજ્યમાં સંભવિત તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ને લઈને ગુજરાતનું તંત્ર સાબદુ થયું છે. આ સંકટ સામે એનડીઆરએફની ટીમો સુકાન સંભાળ્યું છે. સયક્લોનને લઇ NDRF એક્શનમાં આવી ગયું છે. રાજ્યમા અલગ અલગ જિલ્લાઓમા NDRF ની 15 ટીમ મોકલાશે. જેમાં સૌથી વધુ અસરકારક રહેશે તેવા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લામા 10 ટીમો મોકલાશે. તેમજ કેટલીક ટીમો રિઝર્વ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. વડોદરા હેડક્વાર્ટર ખાતે 8 ટીમ, જ્યારે કે ગાંધીનગર ખાતે 2 ટીમ સ્ટેન્ડબાય રહેશે.
કયા જિલ્લામાં કેટલી ટીમ મોકલાશે :
- ભાવનગર ૧
- અમરેલી ૨
- ગીર સોમનાથ ૨
- પોરબંદર ૨
- દ્વારકા ૨
- જામનગર ૨
- રાજકોટ ૨
- કચ્છ ૨
કોરોનાને કારણે ટીમને અપાઈ સ્પેશિયલ કીટ ;
રાજ્યમાં તોકતે વાવાઝોડાની દહેશતના પગલે NDRF ની ટીમ તૈયાર થઈ છે. વડોદરાના જરોદ ખાતેના NDRF હેડ ક્વાર્ટર ખાતેથી 2 ટીમ રવાના ગીર સોમનાથ જવા રવાના થઈ છે. NDRF ના હેડ ક્વાર્ટર પર બીજી 15 ટીમો સ્ટેન્ડબાય રહેશે. તંત્રના આદેશ મળતાં જ આ ટીમો રવાના થઈ જશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેયિશિલ સ્યુટ પણ સાથે લઈ નીકળી છે.
વાવાઝોડાથી જખૌ બંદરને સૌથી વધુ નુકસાન થવાની ભીતી;
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.