2-ડીજીનો પહેલો જથ્થો આવતા અઠવાડિયે લોન્ચ થશે,એપ્રિલ 2020માં પ્રયોગ શરુ થયો હતો…..!

કોરોનાને પહોંચી વળવા માટે DRDO દ્વારા વિકસિત દવા 2-ડીજીની 10 હજાર ડોઝનો પહેલો જથ્થો આવતા અઠવાડિયે લોન્ચ થશે અને આને દર્દીઓને આપવામાં આવશે. DRDOના અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી છે. અધિકારીઓએ કહ્યુ કે ભવિષ્યમાં દવાના ઉપયોગ માટે ઉત્પાદન કર્તા દવા માટે ઉત્પાદનને વધારી રહ્યા છે.

મોઢાના માધ્યમથી લેવામાં આવનારી દવા કોરોનાના ગંભીર લક્ષણો વાળા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાની પરવાનગી આપી છે. મંત્રાલયે જણાવ્યુ કે ચિકિત્સકીય પરિક્ષણમાં સામે આવ્યુ કે 2-ડીઓક્સી ડી ગ્લૂકોજ (2ડીજી) દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ જલ્દી સાજા થવામાં મદદ મળશે. સાથે સાથે વધારે ઓક્સિજનની નિર્ભરતાને પણ ઘટાડશે.

2 ડીજી દવા પાઉડરના રુપમાં પેકેટમાં આવે છે. આને પાણીમાં ઘોળીને પીવામાં આવે છે

એપ્રિલ 2020માં મહામારીની પહેલી લહેર દરમિયાન આઈએનએમએએસ-ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલિક્યૂલ બાયોલોજીની સાથે મળીને પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો અને જોયુ કે આ અણુ સાર્સ કોવ-2 વાયરસની વિરુદ્ધ અસરકારક છે અને વાયરસના સંક્રમણને વધવાથી રોકી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.