સરકાર લાવી છે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ,17-21 મે સુધી ચાલશે ઓફર

નાણાંકીય વર્ષ 2021-22ને માટે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 17મેના રોજ સોમવારથી શરૂ થઈ રહી છે. આ ઓફર 5 દિવસ સુધી ચાલુ રહેશે.  આ વખતે તેનો ભાવ 4777 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે.  આ ભાવ બજાર ભાવથી ઓછો છે. તો જાણો તમે કેવી રીતે આ ઓફરનો લાભ લઈ શકશો.

નાણાકીય વર્ષ 2021-22નો પહેલો હપ્તો 17-21મેની વચ્ચે આવશે અને 25મે સુધી બોન્ડ ચાલુ રખાશે. બોન્ડમાં રોકાણકાર 1 ગ્રામના મલ્ટીપલમાં રોકાણ કરી શકે છે. તેમાં રોકાણનો સમય 8 વર્ષનો રહે છે. આ સ્કીમની બીજી સીરિઝનું સબ્સ્ક્રિપ્શન 24-28 મે સુધી ચાલુ રહેશે. આ સમયે સબ્સક્રાઈબ્સ કરનારાને 1 જૂનને ગોલ્ડ બોન્ડ અપાશે. આ પછી તે 31મેથી 4 જૂન સુધી ત્રીજી સીરિઝમાં 12 જુલાઈથી 16 જુલાઈ સુધી  ચાલુ રહેશે .

સરકાર લોકોને સોનામાં રોકાણ વધારવા માટે અને પારદર્શિતા લાવવા માટે સોવરેન ગોલ્ડ બોન્ડની સીરિઝ સમયાંતરે જાહેર કરે છે. તેના આધારે રોકાણકારોને બજાર ભાવથી સસ્તુ સોનું મળે છે અને સાથે જ સુરક્ષાની સરકાર ગેરેંટી પણ આપે છે.

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.